પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓ કરતી સિંગલ ફળિયા ગેંગના સભ્યો વિરુદ્ધ સીટો કાયદા મુજબની કાર્યવાહી કરાઈ છે ગોધરા ખાતેની સિંગલ ફળિયા ગેંગ નામની સંગઠિત ટોળકી દ્વારા પશ્ચિમ રેલવે વડોદરા ગોધરા આણંદ રેલવે પોલીસ સ્ટેશન તથા આરપીએફ ગોધરા દાહોદ પ્રતાપ નગર પોસ્ટ તથા આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘાડ રેલવેની રાષ્ટ્રીય સંપતિ ની ચોરી તથા સ્નેચિંગ ,ગૌ માસનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ તેમજ હેરાફેરી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઢોરોની ગેરકાયદેસર હેરાફેરી જેવા કુલ 31 ગુનાઓ આચરવામાં આવેલવાનું ધ્યાને આવતા આ ગેંગના સૂત્રધાર તથા સભ્યો જેમાં હસન શેખ , હુસેન શેખ , સુલતાન ખાલપા , ઇમરાન ખાલપા , ફરદીન મકરાણી , યાસીન શેખ વિરુદ્ધ એલસીબી પશ્ચિમ રેલવે પીઆઇ TV પટેલ દ્વારા સરકાર તરફે ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવેલ છે જેની તપાસ થઈ રહેલ છે આ ગેંગનો લીડર હસન તથા હુસેન શેખ બંને ભાઈઓ છે બાકીના સાગરીત છે સંગઠિત ગુના ટોળકી દ્વારા છેલ્લા 10 વર્ષમાં પશ્ચિમ રેલવે વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગુનાઓ આચરેલ છે ટોળકી કોઈપણ ટ્રેક ઉપર ચાલતી ટ્રેન હોય ત્યારે ટ્રેનને ધીમી કરી બે કોચની વચ્ચે આવેલ પ્રેશર કોકનું પ્રેશર સ્લો કરતા ટ્રેન ઓટોમેટિક વેક્યુમ બ્રેક લાગતા ટ્રેન ધીમી પડી જાય છે અને ધીમી ચાલતી ટ્રેન નો ફાયદો ઉઠાવી સાગરીત ટોળકીના સૂત્રદાર હસન પ્રેશર ડ્રોપ કરે તેમ જ બીજા સૂત્રધાર હુસેન માલગાડીના કોચનો દરવાજા વાળું સીલ લોક તોડી ટ્રેનના વેગનના દરવાજા છુટા કરી દે છે જેથી બીજા સભ્યો ટ્રેનમાં ચડી જઈને ચોરી લૂંટના ગુના ને આચરે છે રેલ્વે ટ્રેકના બંને પાટાઓને જોડતી ફિશર પ્લેટ કે જે નટ બોલ્ટ થી જોઈન્ટ કરવામાં આવેલ હોય છે તેને નુકસાન કરે છે અથવા તો કાઢી નાખે તો ટ્રેન ડિ રેલમેન્ટ થાય તેવા ગેરકાયદેસર કૃત્યો કરી પેસેન્જર ટ્રેનના પેસેન્જરના જાનમાલને ગંભીર નુકસાન પહોંચાડી તેમનો સર સામાન ચોરી લઈ તેમજ તેની લૂંટ કરે છે સિગ્નલ ને છેડછાડ કરી ટ્રેનને ધીમી કરે અથવા ઉભી રાખે છે તે દરમિયાન ટ્રેનમાં ચડી લૂંટ કરી અથવા તો બારી પાસે બેસેલ પેસેન્જર ના કીમતી સર સામાનને ખેંચી લઈ જઈ ચોરી કરી આ સંગઠિત ગુના ટોળકી ગુનાને અંજામ આપે છે તેમ જ રાષ્ટ્રીય સંપતિને પણ નુકસાની પહોંચાડે છે દસ વર્ષમાં આ ટોળકી 31 ગુનાઓ આચરેલ હોય ગેંગના સભ્ય વિરૂદ્ધ ગુજસીટોક કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે સમગ્ર બાબતે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી
