કરચિયામાં ગેરકાયદે પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી પર કાર્યવાહી, સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી.વડોદરા શહેરના કરચિયા વિસ્તારમાં પ્રતિબંધિત અને પર્યાવરણ માટે અત્યંત હાનિકારક પ્લાસ્ટિક બેગનું ગેરકાયદે ઉત્પાદન થતું હોવાની બાતમી મળતાં એસઓજી અને પ્રદૂષણ બોર્ડે સંયુક્ત કાર્યવાહી કરી કૃષ્ણા એન્ટરપ્રાઇઝ પર છાપો માર્યો હતો. તપાસ દરમિયાન ફેક્ટરી પાસે કોઈ લાઇસન્સ ન હોવાનું તેમજ નિયમ મુજબ 50 માઇક્રોનની જગ્યાએ ફક્ત 30 માઇક્રોન જાડાઈની બેગોનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું.પર્યાવરણ અને જનસ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા સરકારે 50 માઇક્રોનથી ઓછા જાડાઈની પ્લાસ્ટિક બેગના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આવા પાતળા પ્લાસ્ટિકથી માટી પ્રદૂષણ, ડ્રેનેજ ચોક થવી, પશુઓ દ્વારા પ્લાસ્ટિક ખાવાથી તેમના મૃત્યુના બનાવો, તેમજ બળતરું કરતાં ઝેરી વાયુઓના ઉત્સર્જન જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાય છે. નદીઓ અને તળાવોમાં મળતી આ પ્લાસ્ટિક અંતે માનવ આરોગ્યને પણ અસર કરતી હોય છે.તપાસ બાદ પોલીસે ફેક્ટરી સંચાલક નિખિલ નરેન્દ્રભાઈ ઠક્કર (રહે. અનગઢ કોલોની, બાજવા) સામે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ-1986 હેઠળ ગુનો નોંધી તેને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
