મતદાર યાદી સુધારણાની ચાલી રહેલી કામગીરી દરમિયાન યુવક ઢળી પડ્યો, કોંગ્રેસ અગ્રણીએ કામગીરીના સ્થળે પૂરતી વ્યવસ્થા ન હોવાને મુદ્દે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો.સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન SIR અંતર્ગત રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે.વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી બૂથ પરની SIR કામગીરી દરમિયાન વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે એક મતદારની તબિયત લથડતાં તેને અચાનક ખેંચ આવતા ચક્કર ખાઈને પડી ગયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, આ યુવક છેલ્લા 2 કલાકથી લાઈનમાં ઊભો રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો. ગરમી અને લાંબા સમય સુધી ઊભા રહેવાના કારણે તેને અચાનક ખેંચ આવી અને તે જમીન પર ઢળી પડ્યો. માથાના ભાગે વાગવાથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાએ SIR કામગીરી સ્થળો પર સામાન્ય જનતા માટેની મૂળભૂત સુવિધાઓના અભાવને ઉજાગર કર્યો છે ઉલ્લેખનીય છે કે મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ફોર્મ સાથે આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડની ઝેરોક્ષ આપવાની હોય કે નહીં તેને લઈને પણ મતદારોને ગોળ ગોળ ફેરવાય છે ટોલ ફ્રી નંબર પર પુછતા કોઈ જ ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી તેવું કહેવાય છે બીજી તરફ સ્થળ ઉપર મતદારો ફોર્મ ભરીને પાછા આપવા જતા તેમને ઝેરોક્ષ માંગવામા આવે છે અને વ્યર્થના ધક્કા ખવડાવવામાં આવે છે આ કામગીરીમા જોડાયેલા કેટલાક કર્મચારીઓઓના કામના ભારણનો ગુસ્સો મતદારો પર ઉતરતો હોય છે તેઓની તો રોજની કામગીરી હોય પણ મતદારોને એમાં કદાચ ફાવટ ન પણ હોય પણ કામગીરીમા જોડાયેલ કેટલાક કર્મચારીઓ ફોમ લઈને આવેલા મતદારો સાથે તોછડાઈ ભર્યું વર્તન થતું હોય છે તેવું પણ મતદારો કહી રહ્યા છે આ કામગીરીમાં જોડાયેલા કેટલાક કર્મચારીઓના બોલવામાં મધ હોતું નથી પણ મરચું હોય છે જેના પર વહીવટી તંત્રે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.ફતેગંજ વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની ચાલી રહેલ કામગીરીમાં વિસ્તારના મતદારોની મદદ માટે સવારથી શાળામાં હાજર રહેલા કોંગ્રેસ અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમને વહીવટી તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે પબ્લિક માટે બેસવાની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી?લાઇનમાં ઊભા રહેલા લોકોને પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા શા માટે કરવામાં આવી નહોતી?તેમણે આરોપ લગાવ્યો કે SIRની મહત્ત્વની કામગીરીમા પણ તંત્રની આ પ્રકારની બેદરકારી અત્યંત નિંદનીય છે.
