વડોદરસ્થિત સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના નગરજનો માટેએક અનોખું ચર્ચાસત્ર યોજવામાં આવ્યું .જેમાં ગુજરાતના જાણીતા લેખક અને વક્તા ઉપસ્થિત રહ્યા હતા અને નવા વિષય લઈને નગરજનોને સંબોધન કર્યું હતું.
વડોદરા સ્થિત સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંબંધોથી માંડી ને સૃષ્ટિના યુદ્ધોનો એક જ ઉકેલ વ્યક્ત કરતો સંવાદ ” થોડો વાંક તારો, થોડો વાંક મારો ” યોજવામા આવ્યો શહેરના અગ્રણી જયેશ ઠક્કર દ્વારા આયોજિત અનોખા સંવાદ દામારોહનું સંચાલન ગરિમા માલવણકરે કર્યું હતું. ‘થોડો વાંક તારો, થોડો વાંક મારો’ કાર્યક્રમમાં સૌ પ્રથમ વાર ગુજરાતના જાણીતા લેખક અને વક્તાઓ સાથે એક મંચ પર આવ્યાકાજલ ઓઝા વૈધ અને જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડાએ એકજ મંચ પરથી ‘થોડો વાંક તારો, થોડો વાંક મારો’ વિષય પર તેમના વિચારો પ્રકટ કર્યા હતા જેમાં દેશ વિદેશ તેમના પ્રવાસોના અનુભવો વર્ણવ્યા હતાં. ત્યાર બાદ બંને જણાએ પ્રેક્ષકોના મુંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા.
