વડોદરામાં શહેરમાં એક રીક્ષા ચાલકે પોતાની રિક્ષાના નંબરમાં છેડછાડ કરતા આ નંબર ધરાવનાર રિક્ષાચાલકને મેમો મામલે હેરાન થવું પડ્યું હતું મામલો ટ્રાફિક શાખામા પહોંચ્યો હતો અંતે સમાધાન થયું હતું
વડોદરા શહેરમાં એક રીક્ષા ચાલેકે પોતાની રિક્ષાના નંબરમાં છેડછાડ કરી હતી જેથી અન્ય એક રીક્ષા ચાલકના સાચા નંબર સાથે છેડછાડ કરનાર રીક્ષા ચાલક નો નંબર પણ સરખો થયો હતો અને છેલછાળ કરનાર ભાઈ ટ્રાફિક નિયમોના ભંગ કરતા હોય રીક્ષાનો સાચો નંબર ધરાવનાર ચાલકના ઘરે ત્રણ જેટલા મેમો આવ્યા હતા જેમાંથી એક મેમો તો આ રીક્ષા ચાલેકે ભરી પણ દીધો હતો રીક્ષા ચાલક ના પુત્ર દ્વારા મેમો બાબતે તપાસ કરતા રિક્ષાના હુડ ના રંગમાં ફેરફાર દેખાયા હતો અંતે મામલો સયાજીગંજ ટ્રાફિક શાખામાં પહોંચ્યો હતો જ્યારે રીક્ષા ચાલક ટ્રાફિક શાખામાં પીઆઇ ને મળતા તેઓએ કીધું કે મારી રિક્ષા તો આ વિસ્તારમાં ગઈ જ નથી તો મેમો કઈ રીતના આવ્યો જ્યારે તપાસ કરતા એક રીક્ષા ચાલક કે જેનું નામ છે નટુભાઈ તેઓએ પોતાની રિક્ષાના નંબરની અંદર ચેડા કર્યા હતા. જે નંબર માં ચેડા થયા છે તેમાં ઓરીજનલ નંબર 9698 હોય અને 6 ની જગ્યા પર 9898 કરી દેતા આ નંબર ધરાવનાર રીક્ષા ચાલકને ત્યાં મેમો આવતો હોવાનું સામે આવ્યું હતું મામલો ટ્રાફિક શાખા પહોંચ્યો હતો મેમો મામલે હેરાન થયેલ રીક્ષા ચાલક સિરાજભાઈએ અંતે આ મામલે સમાધાનમાં કર્યુ હતુ તેમજ આવી ભૂલ ફરી ના થાય તેવુ રીક્ષા ચાલક નટુભાઈ ને કીધું હતું
