ભારતીય જનતા પાર્ટીના નવનીયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી નિયુકતી બાદ પ્રથમવાર આવતીકાલે મંગળવારે વડોદરા પધારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તેઓના અભિવાદન સમારોહ માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. દિવાળીના દિવસોમાં નવનીત પ્રદેશ પ્રમુખ જગદીશ વર્માનો 14 ઓક્ટોબરે વડોદરામાં રોડ શો અને જાહેર કાર્યક્રમ યોજાવાનો છે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતેના મેદાનમાં નવ નિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યક્રમ આયોજિત કરાયો છે આ ગ્રાઉન્ડની લગભગ 4000 ની કેપેસિટી છે તેમ છતાં શહેર જિલ્લામાંથી 25,000 લોકો અહીં ઉપસ્થિત રહેશે તેવો આંકડો પ્રદેશમાં આપવામાં આવ્યો છે બીજી વાત એ છે કે મેદાન પાસેના રોડ રસ્તા સાંકડા છે છતાં આ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો છે ચાં બાબત પણ એક ચર્ચાનો વિષય બન્યો છે તારે આવતીકાલે યોજાનાર પ્રદેશ ભાજપ પ્રમુખના અભિવાદન કાર્યક્રમ ની માહિતી અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જય પ્રકાશ સોની ધારાસભ્યો બીજેપીના અગ્રણીઓ કાર્યકરો પાલિકાના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા
