નિશાડિયા ગામ ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…
કરજણ શિનોર પોર વિસ્તાર ના માજી.ધારાસભ્ય અને પૂર્વ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયા દ્વારા આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારીતા સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે કરજણ શિનોર પોર ના મોટી સંખ્યા માં મોટી જન મેદની સાથે લોકો ઉપસ્થિત રહ્યા હતા.. દર વર્ષ ની જેમ આ વખતે પણ નિશાડિયા ગામ દાદા ના કુવા ઉપર સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો… આ સ્નેહ મિલન કાર્યક્રમ માં ચૂંટાઈ આવેલ નવા સરપંચ ડે. સરપંચ તથા સભ્યો અન્ય સહકારી આગેવાનો નું સન્માન સાલ ઓઢાડી ને કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે ભરુચ લોકસભા ના સાંસદ મનસુખ વસાવા સહકારી આગેવાન એવા બિપિન ગોતા તથા પાદરા ના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુમામાં તથા બરોડા ડેરી જી. બી. સોલંકી શિનોર તાલુકા પંચાયત સદસ્ય સચિન ભાઈ પટેલ તથા સ્વામિનારાયણ સંપ્રદાય ના એવા નૌતમ સ્વામી તથા કરજણ નગર પાલિકા પ્રમુખ ઈલા બા વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર તથા ગોપાલ ભાઈ રબારી ભાજપ ના પૂર્વ જિલ્લા પ્રમુખ અને કરજણ શિનોર પોર ના માજી ધારાસભ્ય સતીશ નિશાડીયા ઉપસ્થિત રહ્યા હતા…
કરજણ શિનોર પોર ના ભાજપ ના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દ્વારા વિરોધીઓ ને આડેહાથ લીધા હતા.. નિશાડીયા મુકામે થી સ્ટેજ ઉપર થી ખુલ્લેઆમ વિરોધી ઓ ચીમકી આપતાં જણાવ્યું હતું કે હું તો સરપંચ લઇ ને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી માં વફાદારી કામ કર્યું છે એટલા માટે હું અહીં પહોંચ્યો છું. અને આ ઓરિજલ બદામ કાયમ રહેવાની જ છે.. અને મગફળી ના દાણા ની જેવા ગમે ત્યારે ગમે તે સમયે ખોવાઈ જવાના છે…. વધુમાં જણાવ્યું હતુ કે આ સ્નેહ મિલનમા આટલી મોટી જન મેદની સાથે કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા અને વિરોધીઓના મોઢા બંધ કર્યા છે. તે બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો..
