રાવપુરા મામાની પોળ ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે રીઢા ઘરફોડ ચોર અમિત દરજીને ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર ચોર અમિત ઉર્ફે શામ દરજી રહે શંકરપુરા ગામનો ચોરીના ગુનાઓ આચરીને ચોરીમાં મળેલ મુદ્દા માલ વેચી નાખવાની ફિરાકમાં છે.
જે માહિતી આધારે ટીમે પટોડીયા પોળ ખાતેથી આરોપી અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર સાપરિયા રહે ગોકુલેશ સોસાયટી રતનપુર રોડ શંકરપુરા ગામને એક સોનાની ચેન બે નંગ સોનાની વીંટી તથા રોકડા 20 હજાર ની ચલની નોટો સાથે ઝડપી પાડ્યો હતો બીલ પેપર્સ તેમજ રોકડા ક્યાંથી મેળવેલ છે પૂછતા તે ચોક્કસ હકીકત જણાવી શકયો ન હતો સદન પૂછપરછ કરતા તેને છ માસ પહેલા રાવપુરા મામાની પોળ ખાતેના એક કોમ્પલેક્ષમાં આવેલ મકાનનું તાળું તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા ચોરી કરેલાનું અને તેની પાસેના દાગીના રોકડ ચોરી કરી મેળવેલ ચોરીનો મુદ્દામાલ હોવાનું જણાવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચે મુદ્દા માલ કબજે કરી ખાતરી તપાસ કરતા કારેલીબાગ પોલીસ મથકે ઘર ફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોવાનું જણાઈ આવતા મુદ્દામાલ તથા આગળની તજવીજ માટે આરોપીને કારેલીબાગ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે સોનાની ચેન , સોનાની બે વીટી , રોકડ મળી
કુલ 2, લાખ 35 હજાર 41 નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
