છેલ્લા 25વર્ષથી દિવ્યાંગો માટે વિશેષ ગરબા મહિત્સવનું આયોજન કરતા પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ દિવ્યાંગ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી 1000 જેટલા દિવ્યાંગો ગરબે રમવા આવ્યા હતા.જેમાં વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા.વડોદરામાં યોજાતા દિવ્યાંગો માટે યોજાતા વિશેષ ગરબા મહોત્સવમાં પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, સાંસદ ડૉ.હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુર રોકડીયા , રાવપુરા ધારા સભ્ય બાલુ શુકલ બીજેપી શહેર અધ્યક્ષ ડૉ.જયપ્રકાશ સોની, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કોંગ્રેસ અગ્રણી ભીખાભાઇ રબારી, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને દિવ્યાંગ ગરબા ખૈલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા દિવ્યાંગ ગરબા મહોત્સવમાં વડોદરા ઉપરાંત આણંદ અમદાવાદ સુરત સહિતના અન્ય શહેરોમાંથી આવેલ દિવ્યાંગ ગરબા ખેલૈયાઓ મન મુકી ગરબે ઘુમ્યા હતા અને માં આદ્યશક્તિ ની આરાધના કરી હતી. દિવ્યાંગ યુવાનો યુવતીઓ,નાના બાળકો અને મોટેરાઓ સજી ધજીને ચણીયા ચોળી પહેરીને, કેડીયા સહિતના ગરબામાં પહેરાતી વિવિધ વેશભૂષા પહેરીને પોતાના દુઃખ દર્દ અને શારીરિક માનસિક અક્ષમતા ભૂલી મન મુકીને તેમને ફાવે તે રીતે ગરબે ઘૂમીને રાસ રમીને ગરબાનો આંનદ માણ્યો હતો. કેટલાક કાખ ઘોડી સાથે, કેટલાક વહીલ ચેર પર તો કેટલાક નીચે બેસીને ગરબા રમતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગરબે ઘૂમતા દિવ્યાંગોને જોઈને એમજ લાગે કે સામાન્ય માનવી જ ગરબા રમી રહ્યા છે. જય સાંઇનાથ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમ થી દિવ્યાંગજનોને ટ્રાયસિકલ ,સિલાઈ મશીન તેમજ જરૂરી મદદરૂપ થાય તેવા સાધન સહાય નું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.તેમજ વિવિધ કેટેગરીમાં ઇનમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
