વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળના શહેરના બિલ ભાયલી સેવાસી અટલાદરા અને કલાલી વિસ્તારમાં નવા 2,709 મકાનો અને સાત દુકાનોની ફાળવણી અંગે ડ્રો આજવા રોડ ખાતે આવેલ પંડિત દિન દયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે આયોજિત કરાયો હતો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા ના ધારાસભ્ય બાળુ શુક્લની ઉપસ્થિતિ વચ્ચે આ ડ્રો યોજાયો હતો.મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે ઘણા સમયથી પેન્ડિંગ કામ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે 2700 થી વધુ નાગરિકોને આજે આવાસોના ડ્રો કરવામાં આવ્યા છે આવનારા દિવસોમાં જ્યારે પણ મકાન તૈયાર હશે ત્યારે તેઓને એલોટમેન્ટ લેટર આપવામાં આવશે આવનારા બે થી ત્રણ મહિનામાં વધુ 3000 જેટલા આવાસ લોકોને ફેસવાઈસ ફાળવવામાં આવશે. આ વર્ષનું અમારું ટાર્ગેટ 30000 આવાસ આપવાનું છે આગામી સમયમાં સાત આઠ સ્કીમ નાની મોટી સમસ્યાના કારણે અટકેલ છે તેને પણ અમે પૂર્ણ કરીશું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ દ્વારા પણ આ પ્રસંગે મકાનો તથા દુકાનોની ફાળવણીના કમ્પ્યુટર ડ્રો અંગેના કાર્યક્રમની માહિતી આપી હતી.
સાથે કેટલાક લોકો મકાન ભાડે આપતા હોય છે કે તેના મેન્ટેનન્સ અને જાળવણી તરફ દુર્લક્ષ કરતા હોય છે તેઓએ પણ આવું ન કરવું જોઈએ જેથી કરીને સરકારના પ્રયત્નો દ્વારા જે મકાનો અપાયા છે તે લાંબા ગાળા સુધી લોકોને ઉપયોગી બની શકે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ડ્રોમાં પોતાનું નામ નીકળતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી
