વડોદરામાં 2 થી 4 ડિસેમ્બર દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2nd પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ – 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
ધ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી થતી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરના 35 કરતાં વધુ રાજ્યોમાંથી 250 થી પણ વધારે પેરા પેડલર્સ ભાગ લેશે. ગુજરાતના પેરા ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ પોતાની રેન્કિંગ સુધારવાનો પ્રયાસ કરશે.
આ ચેમ્પિયનશિપને અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) રાષ્ટ્રીય સ્પોન્સર તરીકે સમર્થન આપી રહ્યું છે, જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) મુખ્ય પ્રાયોજક તરીકે જોડાયા છે. સાથે જ ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે સિગ્મા અને મેડિકલ પાર્ટનર તરીકે Tricolour Hospital ( ટ્રાય કલર હોસ્પિટલ ) નો સહયોગ મેળવી સ્પર્ધાને વધુ સુગમ અને વ્યાવસાયિક બનાવવા પર ભાર મૂકાયો છે. પેરા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે TTFI ના વાઇસ પ્રેસિડેન્ટ અને પેરા કમિટી કન્વીનર શ્રી પુરવેશ જરીવાલા દ્વારા વડોદરાના પેરા ખેલાડીઓને ત્રણ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી, જ્યારે TTAB તરફથી વધુ પાંચ વ્હીલચેર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર અને કમલેશ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય પેરા પેડલર્સના ઉત્સાહ, સંસ્થાઓના સહયોગ અને સુવિધાસભર આયોજનને કારણે વડોદરા આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી અપાઇ હતી
