વડોદરા રેલવે પોલીસ આરપીએફ અને ચાઈલ્ડ વેલ્ફેર ની ટીમે સાથે મળી બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું
આ સમગ્ર બાબતે જીઆરપી વડોદરા ડિવિઝનના ACP જી એસ બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે બિહારના કટીયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી હતી જેમાં ચાઈલ્ડ વેલ્ફેર સંસ્થાને બાતમી મળી હતી કે 18 બાળકોની તસ્કરી કરવામાં આવી છે જેના આધારે વડોદરા રેલવે પોલીસ અને આરપીએફ તેમજ ચાઈલ્ડ વેલ્ફેર સંસ્થાની ટીમ સાથે
મળીને 18 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે 18 પૈકી 7 બાળકો 18 વર્ષથી ઉપરના છે અને 11 બાળકો 18 વર્ષથી ઓછી વયના છે વધુમાં જણાવ્યું હતું કે આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે અને તેઓનું કહેવું છે કે અમારા સગાવાળા સુરત રહે છે અને અલગ અલગ ધંધો મજૂરી કરે છે તેઓએ અહીંયા બોલાવ્યા હોવાનું જણાવ્યું છે અમારા દ્વારા તેઓને કોઈ વ્યક્તિએ બેસાડ્યા છે કે કેમ ? તેમ પૂછતા તેઓએ જાતે બેઠા હોવાનું જણાવ્યું છે આ મામલે ચાઈલ્ડ વેલફેર સંસ્થા ને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં પ્રાથમિક પૂછપરછ કરી છે અને વધુ પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
