નવાગામ પ્રાથમિક શાળામાં રસલ્સ વાઈપર નામક સર્પ નિકળતા શિક્ષકો અને વિધાર્થીઓ ભયભીત થઈ ગયા હતા જેમાં શિક્ષક સુરેશભાઈ પંચોલીએ સ્નેક લવર ટીમને ફોન કર્યો હતો અને તરત જ સ્નેક લવર ટીમ અને કલરવ ટીમના સભ્યો તાત્કાલિક શાળામાં પોહચી રસલ્સ વાઈપર નામક સર્પના રેસ્ક્યુ માટે બંને ટીમના સભ્યો એ ભારે જહેમત બાદ સર્પ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી એક સાથે બે રસલ્સ વાઈપર નુ રેસ્ક્યુ સંજયભાઈ તથા કાનાભાઈ તથા ચિરાગભાઈ એ કર્યું હતું તથા બંને સર્પને શાળામાંથી લઈ જઈ જંગલમાં સહી સલામત છોડવામાં આવ્યા હતા જેથી શાળાના બાળકો અને શિક્ષકોએ બંને ટીમનો આભાર માન્યો હતો સર્પ નું રેસ્ક્યુ સફળતાપૂર્વક થતા શિક્ષકો અને શાળાના વિધાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
