વડોદરામાં છેલ્લા બે દિવસમાં 38 નાગરિકોને કુતરાએ કરડ્યા છે. છેલ્લા છ મહિનામાં આ સૌથી મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે આ વિગતો જાહેર કરતાં સૌ કોઈ ચોંકી છે. પરંતુ જ્યારે આ જ બાબત અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. મુકેશ વૈધ્યને પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ પોતાના વિભાગના આવા મૂળભૂત માહિતી વિશે જ અજાણ દેખાયા. આથી લોકોમા નારાજગી ફેલાઈ છે.કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં ડોગ બાઇટિંગ સહિત કેટલીક બાબતે સ્પષ્ટ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટના સિસ્ટમની પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સમયસર તેમાં સુધારાની જરૂરીયાત બની ચૂકી છે.
