વડોદરા જિલ્લાના ડીઈઓ અને ડાયેટ વડોદરાના સૂચન અનુસાર તેમજ જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગરથી પ્રેરિત 22મો ગણિત-વિજ્ઞાન મેળો બરોડા પબ્લિક સ્કૂલ (BPS) દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ મેળો 2025–26ના શૈક્ષણિક વર્ષની થીમ પર આધારીત છે અને મહર્ષિ અરવિંદ શાળા વિકાસ સંકુલ–4 ખાતે યોજાયો હતો85 થી વધુ શાળાના બાળકોએ ગણિત વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ, નવીન વિચારો અને વૈજ્ઞાનિક અભિગમને સમજવા તથા તેમની મહેનતને પ્રોત્સાહન આપવા આ પ્રદર્શનમાં ઉપસ્થિત થવા અગ્રણીઓ શિક્ષકો વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું
મેળાના મુખ્ય મહેમાન તરીકે ડૉ. ત્રિલોક અખાણી, ડીન – ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સ, પારૂલ યુનિવર્સિટી,જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા શાળાના ટ્રસ્ટી, મીનાબેન મેહતા ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટી મીનાબેન મહેતા દ્વારા સમગ્ર આયોજન સંદર્ભ જણાવી દરેક બાળકોને સ્કૂલોને અભિનંદન શુભેચ્છાઓ આપી હતી.કાર્યક્રમના સદ્દઇચ્છુકો તરીકે શ્રી મહેશ આર. પાંડે (ડી.ઈ.ઓ. વડોદરા) શ્રી દિપક બાવિસ્કર (ઇન-ચાર્જ પ્રિન્સિપાલ, DIET વડોદરા ) બરોડા પબ્લિક સ્કૂલના આચાર્યા શ્રીમતી ગાયત્રી આર. વ્યાસે આ અવસરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમ 20 નવેમ્બર 2025, ગુરુવારના રોજ સવારે 8:30 વાગ્યાથી બરોડા પબ્લિક સ્કુલ કેમ્પસ, વાઘોડીયા રોડ ખાતે શરૂ થયો હતો. વિદ્યાર્થીઓના સર્જનાત્મક પ્રોજેક્ટ્સ અને વિજ્ઞાન પ્રત્યેનો લગાવ જોઈ ગણિત વિજ્ઞાન મેળાની સાર્થકતા સિદ્ધ થઈ હતી તેવો માહોલ જોવા મળ્યો. શિક્ષકો, વાલીઓ અને મહેમાનો દ્વારા આ બાળ વૈજ્ઞાનિકોનના પ્રોજેક્ટને વખાણીયા હતા તથા પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી. હતી
