Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • રાજપીપલામાં રાજ્યકક્ષાની SGFI જીમ્નાસ્ટિક સ્પર્ધાઓનો શુભારંભ
  • ગુજરાત

રાજપીપલામાં રાજ્યકક્ષાની SGFI જીમ્નાસ્ટિક સ્પર્ધાઓનો શુભારંભ

Lokmat News Vadodara November 19, 2025 1 min read
7

રાજપીપલામાં રાજ્યકક્ષાની SGFI જીમ્નાસ્ટિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવતાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સંચાલન હેઠળ તથા નર્મદા જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા ભાઈઓ તથા બહેનોની SGFI રાજ્યકક્ષાની શાળાકીય અંડર ૧૪, ૧૭ અને ૧૯ જીમ્નાસ્ટિક સ્પર્ધાઓનો પ્રારંભ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યો હતો.

વિદેશમંત્રીશ્રી ડો. એસ. જયશંકરના અનુદાનમાંથી રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે ખેલકૂદ માટે તૈયાર કરાયેલા અદ્યતન જીમ્નાસ્ટિક હોલને કેન્દ્રમાં રાખીને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, અહીં રમતવીરોની ફિટનેસ તથા તેમના પ્રદર્શનને વધુ બહેતર બનાવવા માટે કોચો દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આપણો ધ્યેય હંમેશાં ઉંચો હોવો જોઈએ અને તેને હાંસલ કરવા માટે સતત મહેનત જરૂરી છે. ખેલાડીઓ પોતાના લક્ષ્યને નિર્ધારિત કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે, મેડલ હાંસલ કરે અને જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે, શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ ખાતે અંડર ૧૪, ૧૭ અને ૧૯ રિધમિક જીમ્નાસ્ટિક, અંડર ૧૯ એક્રોબેટિક્સ જીમ્નાસ્ટિક તેમજ અંડર ૧૪, ૧૭ અને ૧૯ આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક સ્પર્ધાઓનો પ્રારંભ કરવાતાં પૂર્વે રમતવીરોએ મહાનુભાવો સમક્ષ પોતાના ખેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યુ હતું.

આ તકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના હેડ કોચ (બહેનો), આંતરરાષ્ટ્રીય જજ તથા આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ શ્રી સુમિત ખારપાસ, આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ શ્રી હિમાંશુભાઈ દવે, ફેનિલ પટેલ સહિતના કોચોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે ઉત્સાહભર્યા માહોલમાં સ્પર્ધાઓ શરૂ થઈ છે, ત્યારે સાથોસાથ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ખેલમહાકુંભ અંતર્ગત ચાલી રહેલી બાસ્કેટ બોલ અને સ્કેટિંગના રમતવીરોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.

આ પ્રસંગે શ્રી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી ડો. કરણસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, ગુજરાત જીમ્નાસ્ટિક એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી રણજીતભાઈ વસાવા, જીમ્નાસ્ટિક કોચ ગૌરીશંકર દવે, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના કેમ્પસ ડાયરેક્ટર ડો. કે.જે. ગોહિલ, શ્રી છોટુભાઈ પુરાણી કોલેજના પ્રાચાર્ય પી.વી. આચાર્ય સહિત સમાજસેવી, જિલ્લાના અગ્રણી, કોચો તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 16

Post navigation

Previous: નિશાડિયા ગામ ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…
Next: વડોદરાના મકરપુરા વિસ્તારમાં ચલતી વાનમાં આગ લાગી હતી

Related News

9
1 min read
  • ગુજરાત

એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત

Lokmat News Vadodara December 7, 2025
1
1 min read
  • ગુજરાત

કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…

Lokmat News Vadodara December 3, 2025
1 min read
  • ગુજરાત

અમદાવાદના વાસણામાં  અકસ્માત: દારૂના નશામાં ધુત ટ્રક ડ્રાઇવરે બે શિક્ષિકાઓને 35 ફૂટ સુધી ઢસડ્યાં, એકનું મોત – એક ગંભીર

Lokmat News Vadodara November 26, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.