દેશભરમાં લોકો સ્માર્ટ મીટર લગાવવાનું ઇચ્છતા નથી તેમ છતાં અમુક સ્થાપિત હિતોના લીધે તંત્ર સ્માર્ટ મીટર જો૨ જબરજસ્તી થી લગાવે છે કેટલાક નિષ્ણાતો દ્વારા સ્માર્ટ મીટરને લઈને સવાલો ઉઠાવ્યા છે અને તેના નુકસાન પણ જણાવ્યા છે તેમ છતાં પ્રજાનો અવાજ સંભળાતો નથી
વડોદરાના વોર્ડ નંબર 16 માં દંતેશ્વર વિસ્તારમાં ભવ્ય દર્શન એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે તે લોકોને ખબર જ નથી કે આ સ્માર્ટ મીટર લગાડીને જતા રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ ની જાણ બહાર આ કામગીરી થઈ ગઈ સ્વામીક રહેવાસી ને જ્યારે ખબર પડી કે તેમના મીટરની લાઈટ બંધ થાય છે તો તે લોકો જીઈબી માં જઈને સ્માર્ટ મીટર માટે રજૂઆત કરી કે મીટર લાઈટો બંધ ચાલુ થાય છે જીઈબી ના અધિકારીઓએ કીધું કે તમારું સ્માર્ટ મીટર નાખેલું છે સ્થાનિક રહીશો દ્વારા કીધું કે અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી અધિકારીઓના જણાવવા અનુંસાર આખા ગુજરાતમાં આજ મીટર લગાડવામાં આવશે હજુ રહીશો મૂંઝવણમાં છે કે સ્માર્ટ મીટર આવવાથી લાઈટ બિલ માં વધારો થશે અને વડોદરા શહેરમાં કેટલાય ઘરોમાં સ્માર્ટ મીટરથી વધારે બિલ આવ્યું છે રહીશોના વિરોધ વચ્ચે પણ તંત્ર પ્રજાનો અવાજ
સાંભળતુ નથી સ્માર્ટ મીટર નહીં નાખો તો અમે તમારું કનેક્શન કાપી નાખીશું તેવું જણાવવામાં આવ્યું હતું તેવા રહેશો .એ આક્ષેપ કર્યા હતા જીઈબીના અધિકારીઓ સ્થાનિક રહીશોને જવાબ બરાબર આપતા નથી જેને લઈને પણ સ્થાનિક રહીશોમાં નારાજગી ફેલાઈ હતી
