વડોદરા શહેર નાં સમા-સાવલી રોડ પર આવેલા ‘ફીલિંગ વેલનેસ સ્પા’માં બનેલી એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે, જ્યાં સ્પાના માલિકોની મનમાની અને ગુંડાગીરી સ્પષ્ટપણે દેખાય આવી હતી માત્ર ₹5000ની નજીવી રકમની લેતીદેતીના વિવાદમાં એક યુવતીને કિડનેપ કરીને નગ્ન કરી અમાનુષી માર મારવામાં આવતા મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો….
વડોદરા શહેર નાં સમા-સાવલી રોડ,પર ની ફીલિંગ વેલનેસ સ્પા માંપીડિતા રોશની શેખ.યુવતી કામ કરતી હતી .આ સ્પામાં કામ કરતી અન્ય છોકરી, શિવાની પાસેથી ₹5000 ઉછીના લીધા હતા.રૂપિયાની લેતીદેતીના મુદ્દે વકાર, શિવાની અને ફજેરી યુવતી મળીને કુલ ત્રણ લોકોએ રોશનીને સ્પામાંથી કિડનેપ કરી હતી.કિડનેપ કર્યા બાદ તેઓ તેને જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં જઈને તેમણે રોશનીને નગ્ન કરી ગડદાપાટુ અને અન્ય સાધન વડે ખૂબ જ માર માર્યો હતો.ભોગ બનનાર રોશની શેખે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સમા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ વકાર, શિવાની અને ફજેરી નામ ની વ્યક્તિની અટકાયત કરી છે.પોલીસે આરોપીઓ વિરૂદ્ધ અપહરણ , મારામારી અને નગ્ન કરીને અત્યાચાર ગુજારવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે આવા’ખૂણા-ખાંચરામાં’ ચાલતા સ્પા પર પોલીસ ક્યારે કડક વલણ અપનાવશે? આ પ્રકારના સ્થળો ઘણીવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનૈતિક કામકાજના કેન્દ્રો બની જાય છે, જેના પર કાયમી ધોરણે દેખરેખ જરૂરી છે.મહિલાઓ માટે કામના સ્થળે આટલી અસુરક્ષા હોય તો તેઓ ક્યાં જશે? આ ઘટના શ્રમજીવી મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકે છે…
