વડોદરા શહેરમાં વધતા માર્ગ અકસ્માતો તેમજ મૃત્યુઆંક ઘટાડવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. આ જ પ્રયત્નોના ભાગરૂપે આજ રોજ એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે સડક સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.વડોદરામાં માર્ગ અકસ્માતોના કારણે નિર્દોષ નાગરિકો જાન ગુમાવી રહ્યા છે. અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે માર્ગ સુરક્ષાની દિશામાં સઘન ચર્ચા અને આયોજન આજે વિવિધ સ્ટેકહોલ્ડર્સની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું સડક સંવેદનાના કાર્યક્રમમાં અકસ્માતમાં જાન ગુમાવનાર નાગરિકોના પરિવારજનોની ઉપસ્થિતિ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ નાગરિકો પ્રત્યે અધિકારીઓ અને ઉપસ્થિત સભ્યો દ્વારા સહાનુભૂતિ વ્યક્ત કરાઈ હતી.કાર્યક્રમમાં આરટીઓ, એનજીઓ, રોડ સેફટી વિભાગ, રસ્તા બનાવતી એજન્સીઓ સહિતના વિભાગોની ભાગીદારી રહી હતી, જેમણે ભવિષ્યમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો કેવી રીતે કરી શકાય તે અંગે વ્યાપક ચર્ચા કરી. હતી સાથે જ અકસ્માત સમયે ઇજાગ્રસ્તોને મદદરૂપ બનેલા રાહવીરો, ટી.આર.બી. જવાનો અને પોલીસ કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર પોલીસ કમિશનર તથા લાઈફલાઈન ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અંગે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર તેમજ લાઈફલાઈન ફાઉન્ડેશનના અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી
