વડોદરામાં ગુણવત્તા વિહીન રોડથી પ્રજા પરેશાન છે વડોદરામાં ભુવો પડવો સામાન્ય બાબત બની ગઈ છે પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી મકરપુરા ડેપો નજીક ભુવામાં રીક્ષા ફસાઈ હતી માધ્યમોમાં સમાચાર પ્રસારિત થતા 15 થી 20 મિનિટમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમારકામની કામગીરી હાથ ધરી હતી જોકે આવી ગુણવત્તા વિહીન કામગીરીઓને લઈ— પ્રજામા ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરો સામે તંત્ર કડક પગલા લે તેવી માંગ ઉઠી છે.|વડોદરા શહેરમાં રોડ અને જાહેર સુવિધાઓની કામગીરીમાં સતત ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રજા પોતાની કમાણીમાંથી ટેક્સ ભરવા છતાં તેમને ગુણવત્તાસભર રસ્તાઓ મળતા નથી, જેના કારણે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓના કામ પૂરાં થતાં જ ઓછા સમયમાં તેમાં ખામીઓ જોવા મળવી હવે સામાન્ય બાબત બની ગઈ છે.આજરોજ મકરપુરા ડેપો નજીક આવું જ એક ગંભીર દ્રશ્ય સામે આવ્યું હતું ગુણવત્તા વિહીન કામગીરીના કારણે રોડ પર પડેલા ભુવામાં એક રીક્ષા ફસાઈ ગઈ હતી. ઘટનાની તસવીરો અને વિડિયો સમાચાર માધ્યમોમાં આવતા જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને અંદાજે 15–20 મિનિટમાં ટીમે પહોંચી તે ભુવાના સમારકામની કામગીરી હાથ ધરી હતી. જોકે પ્રજામાં સતત સવાલ ઉઠતા હોય છે કે “ઘટના બાદ તંત્ર કેમ હરકતમા આવે છે જે તે વખતે થતી કામગીરીમાં જ ગુણવત્તા ચકાસણી કેમ થતી નથી શહેરજનોનો રોષ તંત્ર અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરો સામે વધી રહ્યો છે. પ્રજાનું કહેવું છે કે રોડ, રસ્તા અને પ્રજાલક્ષી કામગીરી દરમિયાન સંબંધિત વિભાગો દ્વારા જો સમયસર ચકાસણી થાય, તો આવા બનાવોને અટકાવી શકાય અને ટેક્સના પૈસા ખરેખર યોગ્ય દિશામાં વપરાઈ શકે. ઉપરાંત, નાગરિકોમાંથી ગંભીર માંગ ઉઠી છે કે — કોન્ટ્રાક્ટરો દ્વારા ગુણવત્તામાં બેદરકારી દાખવાય તો તેના સામે તંત્ર, કડક દંડ અને બ્લેકલિસ્ટિંગ જેવી કાર્યવાહી થવી જ જોઈએ.
શહેરના વિકાસકાર્યોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે માટે હવે પ્રજા વધુ અસરકારક રીતે તંત્ર પાસે કામગીરીની અપેક્ષા રાખી રહી છે.
