ગોરવા પોલીસની બેદરકારી સામે કિન્નર સમાજનો આક્રમક વિરોધ : ત્રણ દિવસ જૂના મારપીટ કેસની કાર્યવાહી માટે પોલીસ કમિશન કચેરીએ રજૂઆત” કરવામા આવી હતી.
વડોદરા પોલીસ કમિશનર કચેરી ખાતે કિન્નર સમાજ દ્વારા આજે રજૂઆત કરવામાં આવી હતી કિન્નર સમાજ દ્વારા જણાવ્યું હતું કે અમારા ગુરુજી ઉપર ત્રણ દિવસ પહેલા હુમલો થયો હતો એના વિશે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી એની રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા ગોરવા પોલીસ સ્ટેશને અરજી પણ કરાઈ હતી પણ કોઈ કાર્યવાહી ન થવાના આક્ષેપ સાથે આજે રજૂઆત કરી હતી તે વધુમાં જણાવ્યું હતું કે વડોદરામાં કિન્નર સમાજમાંથી અમુક કિન્નરોને કાઢેલા છે તે કિન્નરોએ હુમલો કર્યો હતો અમે કિન્નરો જે એરિયામાં ફરીએ છીએ અમારો પર્મનેન્ટ એરિયા હોય છે તેમાં અમે ભિક્ષાવૃત્તિ કરીએ છીએ અમારો એરીયા સેવાસી લાગે છે અમારા ગુરુ સેવાસી શેરખી ગામે ફરી ગોરવાથી પરત આવતા હતા તો ગોરવા ગેંડા સર્કલ પર અમારા ગુરુજીને માર મરાયો હતો મુદ્દો એ હતો કે અમારા ગુરુજીને માર મારી એમને વસ્તી ફરતા બંધ કરવા અને અમારા એરિયાને હડપ કરવા આ હુમલો થયો હતો જેમાં 12 જણા હતા અમારી માંગણી છે કે અમને અમારા ગુરુને ન્યાય મળે તે અંગેની રજૂઆત સાથે ન્યાયની માંગ કરી હતી
