Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • નર્મદા
  • નર્મદા જિલ્લામાં AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોએ હુમલો કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી
  • નર્મદા

નર્મદા જિલ્લામાં AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોએ હુમલો કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી

Lokmat News Vadodara December 6, 2025 1 min read
4

નર્મદા જિલ્લામાં AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોએ હુમલો કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી

નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરો દ્વારા ભરબજારમાં જીવલેણ હુમલો થતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. સદનસીબે નિરંજન વસાવા આ હુમલામાં સલામત બચી ગયા હતા. ઘટના અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતા જવાબદાર પર તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.ચૈતર વસાવાએ જણાવ્યું કે બે દિવસ અગાઉ નિરંજન વસાવાએ “રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે” તેવું નિવેદન મિડીયામાં આપ્યું હતું. આ નિવેદનથી ઉશ્કેરાયેલા બુટલેગરો, તથા કેટલાક રાજકીય નેતાઓના ઇશારે, ભરબજારમાં નિરંજન વસાવાની ગાડી રોકી હુમલો કર્યો હતો. હુમલા બાદ નિરંજન વસાવાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે બુટલેગરો અને ડ્રગ પેડલરોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે એક પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની સલામતી કેવી હશે? તેમણે હુમલાખોરો પર તાત્કાલિક કડક પગલાં લેવાની માંગણી કરી હતી, તેમજ લિસ્ટેડ બુટલેગરોના ભૂતકાળના તમામ FIR આધારે તડીપાર અને પાસા જેવી કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી.
સ્થાનિક PIએ 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરીને હથિયારો અને વાહનો જપ્ત કરવાની ખાતરી આપી છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે આવનાર દિવસોમાં તેમની દરખાસ્ત કલેક્ટરને મોકલવામાં આવશે. સાથે જ, જો યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો નિરંજન વસાવા તથા તેમના પરિવારને સુરક્ષા મળે તે માટે આમ આદમી પાર્ટી SP કચેરીએ રજૂઆત કરશે.આ હુમલા બાદ નર્મદા, ભરૂચ, વડોદરા સહિતનાં વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે અને બુટલેગરો સામે સખત પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 24

Post navigation

Previous: ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
Next: ગુરુકુલ વિદ્યાલય ખાતે ‘સાઈક્વેસ્ટ–2025 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.