વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડી 17 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક ની ધરપકડ કરી હતી
વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ભરીને સમિયાલા થી સાવલી તરફ આવી રહ્યો છે જે બાકીના આધારે એલસીબી ની ટીમે ક્રરચીયા ગામની સીમમાં ઔરા લાઇફ કેર કંપની સામેના રોડ ઉપર નાકાબંધી કરી બાતમી આધારિત વાહન આવતા રોક્યું હતું તપાસ દરમિયાન ટેમ્પો માંથી પ્લાસ્ટિકની ચાઈનીઝ માંજાના 2700 રીલ મળી આવ્યા હતા જેની કુલ કિંમત રૂપિયા 12 લાખ,6 હજાર તથા ટેમ્પો ની કિંમત પાંચ લાખ મળીને કુલ 17લાખ 6 હજાર નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં રાજસ્થાનના આરોપી બાદરૂ બાબુભાઈ મેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
