વડોદરા શહેરના વોર્ડ નં. ૧૧માં ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ 4 કરોડના ખર્ચે વિવિધ પ્રજા |લક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુરુવાર, તા. ૨૦ નવેમ્બર ૨૦૨૫ની સવારે ૯:૩૦ વાગ્યે ભાગ્યલક્ષ્મી સોસાયટી, સુભાનપુરા ખાતે પ્રથમ કામના પ્રારંભ સાથે સમગ્ર કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં રહેવાસીઓની હાજરી વચ્ચે તબક્કાવાર કુલ છ જેટલા મહત્વપૂર્ણ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.સૌ પ્રથમ પાણીના પ્રેસર સુધારણા કાર્યનો શુભારંભ થયો હતો, જ્યાં રહેવાસીઓએ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ લાવવા બદલ ભાજપ વોર્ડ પરિવારનો આભાર માન્યો હતો. ત્યારબાદ હરિભક્તિ એક્સટેન્શનથી બરોડા હાર્ટ સુધી નવી પાણીની નલિકા નાખવાના, દિવાળીપુરામાં ગંદા પાણીની જૂની લાઇન બદલી નવી લાઇન નાખવાના, તેમજ વરસાદી પાણીના ભરાવાની સમસ્યા દૂર કરવા નીલકંઠ રેસિડેન્સીથી પ્રમુખ કીર્તન પાર્ક સુધી અને રેલ્વે લાઇનને સમાંતર મેઘજળ નિકાલની નવી ડ્રેનેજ લાઇન નાખવાના મહત્વપૂર્ણ કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.રસ્તા વિકાસના ભાગરૂપે હરીભક્તિ સોસાયટીમાં TP રોડ પાસે તેમજ Aim’s Prospero – સનફાર્મા રોડ વિસ્તારમાં ફેઝ-1 અંતર્ગત નવા પેવર બ્લોક નાખવાના કામોનો પણ પ્રારંભ કરાયો હતો, જેના કારણે વિસ્તરના માર્ગો વધુ સુવિધાસભર બનશે.આ તમામ ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ, કોર્પોરેટર સંગીતાબેન ચોકસી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાજર સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાઓ તથા અન્ય જરૂરી રજૂઆતોની જાણ ડેપ્યુટી મેયર અને ધારાસભ્યને કરાવી હતી.વોર્ડ નં. ૧૧માં એકેજ દિવસે કરવામાં આવેલા આ વિકાસ કાર્યોના શુભારંભને કારણે વિસ્તારના રહીશોમા ખુશી ની લાગણી ફેલાઈ હતી અને આ પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થતાં વિસ્તારની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી
