વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. મહાબલીપુરમ વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે છ મહિનાની બાળકીને માર મારવાના મુદ્દે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી નાખતા její મોત નીપજ્યું હતું. પોલીસે હત્યારા પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, કાસીમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિસબા ઉર્ફે આરજુ થોડા સમય પહેલાં જ તેમની છ મહિનાની બાળકીને સાથે રાખીને ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. રવિવારે રાત્રે કોઈ કારણસર મિસબા બાળકીને માર મારી રહી હતી, ત્યારે પતિ કાસીમે તેને આમ કરવા થી રોક્યો હતો. તેમ છતાં મિસબાએ બાળકીને માર મારવાનું બંધ ન કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.વિવાદ ચરમસીમાએ પહોંચતા મિસબાએ પતિને કહ્યું હતું કે, “તમે કોઈ કામ કરતા નથી, કમાણીની ઓકાત નથી અને મને સલાહ આપો છો.” આ સાંભળીને કાસીમ ગુસ્સે આવી ગયો હતો. પોલીસ સમક્ષ કાસીમે કબૂલાત કરી હતી કે, “મેં તેને માર ન મારવા કહ્યું છતાં તે બાળકીને મારતી રહી, ગુસ્સામાં આવી મેં તેનું ગળું દબાવી દીધું.”બનાવની જાણ થતાં જ જેપી રોડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ જ્યારે મકાનમાં પહોંચી ત્યારે મિસબા ભોંય તળિયે મૃત હાલતમાં જોવા મળી હતી. ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.પોલીસે કાસીમને ઝડપી પાડીને પૂછપરછ કરતાં તેણે પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર બનાવ સંદભે ડી-ડિવિઝનના એસીપી અશોક કાટકર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી
