વડોદરા મહાનગર પાલિકા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વીરતા અને બલિદાનના પ્રતીક એવાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા તેમની પ્રતિમાને મેયર પિન્કીબેન સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.શહેરના સુભાનપુરા વિસ્તારના ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોની,ડેપ્યુટી મ્યુ કમિશ્નર સુરેશ તુવેર, કોંગ્રષ ના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પદાધિકારીઓ કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે . કાઉન્સિલર સંગીતાબેન ચોકસી કાઉન્સિલર મહાલક્ષ્મીબેન .તૅમજ , સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિતોએ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
