વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ એક્સલેન્સ નામની ઇમારતમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને વીજ કર્મીની મદદથી આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.આ અંગે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, સિદ્ધાર્થ એક્સલેન્સ નામનું કોમર્શિયલ કૉમ્પ્લેક્સ હતું. જેના ટેરેસ પર ફર્નિચર સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. અમે તાત્કાલિક પહોંચી બિલ્ડિંગમાં ઇવિકવેશન શરૂ કર્યું હતું અને એક ટીમ આગ કંટ્રોલ કરવા લાગી હતી. જેથી કોઈ ઇન્જરી કે કોઈ અન્ય ઘટના બની નથી.
વધુમાં કહ્યું કે, લોકોનું કહેવું છે કે ટેરેસ પર કોઈ ફટાકડા ફોડતું હતું, અને ત્યાં એક એસીનું આઉટડોર પણ સળગ્યું છે એટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે શોર્ટસર્કિટ છે કે અન્ય કોઈ કારણ છે. આ ઘટનામાં સ્ક્રેપનો સામાન બળીને ખાખ થયો છે.
