ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા સાંજે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ રાજ્યમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
દ્વારકામાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ પડ્યો હતો. કલ્યાણપુરમાં 5.08 ઇંચ, માંગરોળ(જૂનાગઢ)માં 3.74 ઇંચ, ઉમરગાવમાં 2.64 ઇંચ,માંડવી (કચ્છ)માં 1.97 ઇંચ, માળીયા હાટીનામાં 1.65 ઇંચ, જામજોધપુરમાં 1.61 ઇંચ, નખત્રાણામાં 1.26 ઇંચ, બગસરામાં 1.14 ઇંચ વરસાદ વરસ્યો હતો. 73 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.
