હાલોલ વડોદરા હાઇવે ઉપર નશામાં ધૂત નાગાલેન્ડ પાર્સિંગના કન્ટેનરના ચાલકે એક ઇકો વેનને ટક્કર મારી હતી અકસ્માત દરમિયાન સદ્દનસીબે વેનમાં સવાર બધા સલામત રહ્યા હતા.પંચમહલના હલોલ નજીક વડોદરા હાઈવે પર નવજીવન હોટેલ પાસે એક ગંભીર અકસ્માત બન્યો હતો. નશામાં ધુત્ નાગાલેન્ડ પાસિંગ કન્ટેનરના ચાલકે એક ઇકો વેનને જોરદાર ટક્કર મારી હતી.મળતી માહિતી મુજબ ખાનગી ઇકો વેન નસવાડીથી એક દર્દીને લઈને ઉત્તર પ્રદેશ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. જોકે સદનસીબે, વેનમાં સવાર બધા જ લોકો જેમાં દર્દી પણ શામેલ છે — તેઓ સલામત બચી ગયા છે. અકસ્માતની જાણ થતાં જ 112 જનરક્ષણ દળ સ્થળ પર દોડી આવ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરનો ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. 112 ટીમે તરત જ નશામાં ધુત્ ચાલકને કાબૂમાં લઈને પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો હતો
