વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ટેમ્પો ના ચાલકે નશાની હાલતમાં વાહન હંકારી કિશનવાડી ચાર રસ્તા સોની ફળિયા પાસે અકસ્માત સર્જ્યો હતો.જેમાં ત્રણ જણ ઇજાગ્રત થયા હતા
વડોદરા મહાનગરપાલિકાની ડોર ટૂ ડોર ગાડીઓના તાલુકો અવારનવાર અકસ્માતો સર્જતા હોવાના બનાવો સામે આવતા હોય છે આ વાહન ચાલકોએ ભૂતકાળ ની અંદર અકસ્માત સર્જી નિર્દોષોના જીવ પણ લીધા છે તેમ છતાં પાલિકા તંત્ર કે ટ્રાફિક પોલીસ બોધપાઠ લેતું નથી એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આવા ચાલકો દારૂ પીને વાહન હંકારી નિર્દોષોના જીવ સાથે રમત રમે છે શહેરના હારની બારાત યા રિંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો મુન્ના ભુરાભાઈ મેડા હાલ રહે ગાજરાવાડી મૂળ એમપી આ ચાલકે દારૂ પીધો હતો અને પુરપાટ ઝડપે ડોર ટુ ડોર કલેક્શન નુ વાહન ચલાવ્યું હતું રસ્તાની સાઈડમાં ઉભેલ ટેમ્પોને વાહન અથાળ્યું હતું જે અકસ્માતમાં ટેમ્પોમાં બેસેલ તેમજ સાઈડમાં ઉભી રહેલ ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા તથા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને મોકલી આપ્યા હતા અકસ્માતની ઘટના સીસીટીવી માં કેદ થઈ છે પાણીગેટ પોલીસે ઘટના સ્થળે આવી ટેમ્પો ચાલક આરોપી મુન્ના
મેડાની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી તેની ગાડીમાં પણ દેશી દારૂની પોટલી મળી આવી હતી જેના પગલે પાણીગેટ પોલીસે આરોપી સામે પ્રોહીબિશન નો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે
અકસ્માત સંદર્ભે ઇજાગ્રસ્તના પરિવારજન દ્વારા તેમજ જાગૃત નાગરિક સંગઠનના અગ્રણી દ્વારા નશો કરીને વાહન ચલાવનાર વાહન ચાલક સામે રોશ ઠાલવ્યો હતો તેમજ ચાલક સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી જાગૃત નાગરિક સંગઠનના અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે કિશનવાડી વિસ્તારમાં ડમ્પિંગ હોવાના કારણે સતત આવા વાહનોની અવરજવર રહેતી હોય છે અને અકસ્માતોનુ લોકોને ભોગ બનવું પડે છે આ ડમ્પિંગ હટાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી
