Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • કોંગ્રેસનો દૂષિત પાણી બિસ્માર રસ્તા તેમજ SIR મુદ્દાને લઇ અનોખો વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત  કરી
  • ગુજરાત
  • વડોદરા

કોંગ્રેસનો દૂષિત પાણી બિસ્માર રસ્તા તેમજ SIR મુદ્દાને લઇ અનોખો વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત  કરી

Lokmat News Vadodara November 18, 2025 1 min read
10

વડોદરામાં નાગરિક પ્રશ્નોને લઈને કોંગ્રેસ પક્ષે આજે મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં મળતા દુષિત પાણી, રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને SIRને લઈને થયેલી ગેરવ્યવસ્થાઓ સામે કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજુઆત કરી હતી.

મળતી માહિતી મુજબ, અટલાદરા તળાવ પાસે બનેલા રસ્તાની કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. રસ્તામાં નબળી ગુણવત્તાના ડામરનો ઉપયોગ થયાના કારણે નાગરિકો હાલમાં તકલીફોમાં મુકાયા છે. કોંગ્રેસ પક્ષે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને દંડ ફટકારવાની માંગ ઉઠાવી છે.
વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને ડામરની નબળી ગુણવત્તા દર્શાવતી બોટલ તથા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળેલું દુષિત પાણી ભરેલી બોટલ આપી આવેદનપત્ર સુપરત કર્યું હતું. મ્યુ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કાર્યકરોએ BJP ચોકડી  કરી વિરોધ દર્શાવતી ડામરની રંગોળી પાથરી હતી અને સૂત્રોચાર કરીને મેયર ભાજપ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસનું કહેવું છે કે મેયર અને ચેરમેનના પોતાના વોર્ડમાં જ પીવાના પાણીની દયનીય સ્થિતિ છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.

ગુણવત્તા વિહીન રસ્તા દુષિત પાણીની સમસ્યા SIR  મુદ્દે કોંગ્રેસે કરેલ રજૂઆતમાં હાલમા સર્જાયેલી સમસ્યાઓ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે મુદ્દાઓ રજૂ કરાયા છે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. અટલાદરાના રસ્તાની કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરી હોય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મ્યુ કમિશનરે વધુમાં ઉમેર્યું કે વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઈન અત્યંત જૂની છે, જેને બદલવાની પ્રક્રિયા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને નાગરિકોએ કામ માટે થોડો સમય આપવો પડશે.
તેમણે SIR સંબંધિત કોઈ ગેરસમજને પણ ટૂંક સમયમાં દૂર કરવાની ખાતરી આપી હતી

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 9

Post navigation

Previous: સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભોજનની સામગ્રીમાં નિયમિત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ વસ્તુઓ તથા સ્વચ્છતાના અભાવ તેમજ અપૂરતા પાણી સહિતના મુદ્દે હોબાળો મચાવ્યો
Next: વાપી થી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.