તા.26ના રોજ શ્રીજીના લગ્નોત્સવનો વરઘોડો વાજતે ગાજતે નીકળશે
શહેરના આર.વી. દેસાઈ રોડ પર આવેલા ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં ”ચંપાષષ્ઠી ઉત્સવ” તા.21 થી તા.26 સુધી ઉજવવામાં આવનાર છે. ઉત્સવ દરમિયાન ભાવિક ભક્તો માટે મંદિર સવારના ૯ સુધી ખુલ્લુ રાખવામાં આવશે.તા.25ની સાંજે ૪-૩૦ કલાકે શ્રી બોલાઈમાતા મંદિરેથી ”પીઠી” લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાજતે-ગાજતે જશે. તેમાં ભાવિક ભક્તોને જોડાવવા દેવાસ્થાન ટ્રસ્ટ તરફથી જણાવાયું છે. સાંજે ૪ થી ૬ દરમ્યાન ”પીઠી”ની વિધિનો કાર્યક્રમ શ્રી ખંડેરાવ મંદિરમાં થશે. જેમાં પણ ભક્તજનો જોડાશે.શ્રીજીનો લગ્નોત્સવનો વરઘોડો ”પાલખીમાં” તા.26ના રોજ સાંજે પાંચ વાગ્યે શ્રી બોલાઈમાતાના મંદિરથી વાજતે-ગાજતે ભક્તગણ, ભજન મંડળી સાથે નીકળશે. વરઘોડામાં ઘોડાગાડી, , વારકરી ભક્તો વગેરે જયરત્ન બિલ્ડીંગ થઈને શ્રી ખંડેરાવ મંદિરમાં ૭-૩૦ કલાકે પહોંચી જશે. શ્રીજીનો ”શુભ મંગળ વિવાહ” રાજવી પરિવારની ઉપસ્થિતિમાં થશે. ”પાલખી” માં ભગવાન શ્રી ખંડોબાના વરઘોડાનો દર્શનનો લાભ ભક્તજનો લઈ શકશે. મંદિર તા.26ને બુધવારે સવારે ૬ થી રાતના ૧૨ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.
