ગુજરાત હીરક જયંતી મહોત્સવના અવસર પર બ્રહ્માકુમારીઝ અટલાદરા, વડોદરામાં ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ’ પ્રોજેક્ટની ઉજવણી અંતર્ગત એક વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પ્રોજેક્ટના હેતુ, મહત્વ અને આવનારી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની ૬૦ વર્ષની દિવ્ય સેવાની ઉજવણી તરીકે ડાયમંડ જુબિલી મહોત્સવ ૨૪ ઓક્ટોબરથી ૨૧ ડિસેમ્બર સુધી રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે. તેના ભાગરૂપે આંતરિક શાંતિ અને ઈશ્વરીય સંદેશ જનસામાન્ય સુધી પહોંચાડવા અનોખું શાંતિ રથયાત્રા અભિયાન શરૂ કરાયું છે.
આજ રોજ આ શાંતિ રથનું અટલાદરા સેન્ટર ખાતે આગમન થયું હતું. રથના પ્રસ્થાન પ્રસંગે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડૉ. જે. પ્રકાશ સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિશેષ હાજર રહ્યા હતા અને શાંતિ યાત્રાને હરી ઝંડી આપી હતી.
બ્રહ્માકુમારીઝ દ્વારા જણાવાયું હતું કે ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ’ પ્રોજનાનું મુખ્ય ઉદ્દેશ સમાજમાં આંતરિક શાંતિ, સકારાત્મકતા અને માનવ મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો છે. આ અભિયાન રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં શાંતિ અને સૌહાર્દનો સંદેશ પહોંચાડશે.
શાંતિ, આધ્યાત્મિકતા અને માનવ કલ્યાણના સંદેશ સાથે રથ યાત્રા આગામી દિવસોમાં વડોદરા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેશે.
