બ્રહ્મ કુમારી ગુજરાત ઝોને ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ક્ષણને ઉજવવા બ્રમ્હાકુમારી વડોદરા ઝોન દ્વારા ડાયમંડ જ્યુબિલી વર્ષની વિશેષ ઉજવણી હેઠળ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અને શાંતિ સંદેશા સાથે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.બ્રહ્માકુમારી – ગુજરાત ઝોન દ્વારા ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થતાં 2025ને ડાયમંડ જયંતિ વર્ષ તરીકે મનાવવામાં આવી રહ્યું છે. આ અવસરને અનુલક્ષીને “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોજેક્ટ 24 ઓક્ટોબર – યુનાઈટેડ નેશન્સ દિવસથી શરૂ કરાયો છે. તણાવ ભરેલા વિશ્વમાં દરેક વ્યક્તિ પોતાના સ્તરે મનશાંતિનો અનુભવ કરી શકે તે માટે આ અભિયાન 21 ડિસેમ્બર સુધી ચાલશે.
પ્રોજેક્ટ અંતર્ગત દરેક વ્યક્તિ રોજ ઓછામાંઓછી 5 મિનિટ શાંતિમાં બેસીને પોઝિટિવ વાયબ્રેશન દ્વારા વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે. કુલ 100 કરોડ શાંતિ મિનિટો ભેગી કરવાનો લક્ષ્યાંક નક્કી થયો હતો, જેમાંથી લક્ષ્યાંક પાર કરી વધુ મિનિટો પણ સંકલિત થઈ ચૂકી છે. અનેક શાળાઓ, સંસ્થાઓ પ્રાર્થના, રિસેસ કે ખાસ અવસરોએ શાંતિ ધ્યાન કરે છે, જ્યારે જેલોમાં પણ સ્ટાફ અને કેદીઓ દ્વારા આ અભિયાનમાં સક્રિય સહભાગીતા નોંધાઈ છે.“શાંતિ આત્માનો સ્વધર્મ છે… એ આપણી મૂળ સંસ્કૃતિ છે” — આ સંદેશને વડોદરા શહેર સુધી વ્યાપક રીતે પહોંચાડવા ખાસ તૈયાર કરાયેલા શાંતિરથનું શહેરમાં આગમન થયું. રથમાં મુકાયેલ કુંભકર્ણનું મૂવિંગ મોડેલ લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ તરફ પ્રેરણા ફેલાવતું રહ્યું.
સંસ્થાની સ્થાપનાથી જ માનવમાત્રને મનની શાંતિ, સામાજિક સુમેળ, ભાઈચારો અને વિશ્વશાંતિ તરફ દોરવાનો મૂળભૂત ધ્યેય રહ્યો છે. તે જ સેવા ભાવનાથી શાંતિરથ 20 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી વડોદરા શહેર અને જિલ્લામાં પ્રવાસ કરશે.આજે 20 નવેમ્બરે શાંતિરથનું સંપતરાવ કોલોની, અલકાપુરી સ્થિત સબઝોન મુખ્ય સેવાકેન્દ્ર પર આગમન થતાં જ શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર , ડીડીઓ મમતાબેન હીરપરા અને જેલ સુપ્રીટેન્ડન્ટ ઉષાબેન રાડાએ ઝંડી બતાવી રથને 11 દિવસની શાંતિ સેવા યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતુ
