ભાવનગર શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી હતી ભાવનગરના વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની પુત્ર અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા આ ત્રણેય હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ખુદ ફોરેસ્ટ અધિકારી જ કરી હોવાનુ પોલીસ તપાસમાં ખુલવા પામ્યુ છે અંગે ફોરેસ્ટ અધિકારીએ જ સાતમી નવેમ્બરે પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરી હતી કે પાંચમી નવેમ્બર થી મારા પત્ની પુત્રી અને પુત્ર ગુમ થઈ ગયા હતા આ દરમિયાન 16 મી નવેમ્બરે એક અવાવરું સ્થળે ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દીધેલી સ્થિતિમાં મળતા ચકચાર મચી ગઈ હતી જે બાદ પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈને પીએમ માટે મોકલીને આગળની તપાસ કરી હતી
શૈલેષ ખાંભલા મૂળ સુરતના વતની છે તેઓ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા હતા શૈલેષ ખાંભલા ની ઈચ્છા હતી કે તેમના પત્ની અને સંતાનો સુરતમાં સાસરે જ રહે પરંતુ પત્નીને તેમની સાથે ભાવનગરમાં રહેવું હતું. આ મુદ્દે તેઓ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડો થતો હતો આ દરમિયાન 27મી ઓક્ટોબરે તેમના પત્ની નયનાબેન સુરત થી સંતાનોને લઈને ભાવનગર રજાઓ ગાળવા આવ્યા હતા ત્યારે તેઓ વચ્ચે ફરી એકવાર વિવાદ થતા આ હત્યાઓ થઈ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે
પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે શૈલેષ ખાભલા એ અચાનક ગુસ્સામાં નહીં પરંતુ પૂર્વ આયોજન કરીને જ હત્યાઓ કરી છે તેનું કારણ એ છે કે હત્યા કરતા પહેલા તેણે પહેલી અને બીજી નવેમ્બરે અવાવરૂ સ્થળે ખાડા કરાવ્યા હતા આ પહેલા ત્યાં એક જ ખાડો હતો બીજી તરફ પોલીસે નોંધ્યુ હતુ કે પરિવારના ત્રણેય સભ્યની હત્યા પછીએ શૈલેષ ખાંભલાના ચહેરા ઉપર કોઈ લાગણી કે ગુસ્સો નહોતો દેખાતો આ સ્થિતિને લઈ પોલીસને શંકા ઉપજાવી હતી તેની પૂછપરછમા પણ તેને કોઈ પસ્તાવો ન હતો પોલીસે ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલી ફોરેસ્ટ અધિકારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
