- વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુઠાના બોક્ષ નંગ-૫૬૬ નાની મોટી કુલ બોટલ નંગ-૧૬,૬૩૦ કિંમત રૂ. ૮૫,૮૭,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો
- ઈન્ડસ્ટિયલ કન્ટેનરને ગેસ કટરથી કટીંગ કરી તોડતા દારૂની પેટીઓ દેખાયો
ભરૂચ:
ગુજરાતમાં દારૂબંધીના પ્રચાર પ્રસાર વચ્ચે ભરૂચમાંથી અધધ ગેરકાયદેસર દારૂ ઝડપાયો છે. નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના આગમન સાથે જ ભરૂચ પોલીસે નકકર કાર્યવાહી કરી બતાવી છે. એલ.સી.બી.પોલીસ અધિકારી તેમજ સ્ટાફને સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન ગત કોમ્બિંગ નાઇટ દરમ્યાન બાતમી મળી હતી જેમાં ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલી આઇશર (ટ્રક) નંબર જીજે – ૩૮-ટી.એ.-૨૧૭૬ માં ફાડકામાં મુકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઇ જવાય છે”. જેથી એલ.સી.બી.ટીમ દ્વારા બાતમીવાળા આઇસર ટ્રકને ઝડપી પાડી તપાસતા વિદેશી દારુ પ્રત્યક્ષ દેખાય તેમ મળી આવેલ નહી અને ધાતુની વોટર ટેન્ક કાપ્યા વગર ખુલે તેમ ન હોય જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે વોટર ટેંક કાપી તપાસતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુઠાના બોક્ષ નંગ-૫૬૬ નાની મોટી કુલ બોટલ નંગ-૧૬,૬૩૦ કિંમત રૂ. ૮૫,૮૭,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા ઝડપી પાડવામાં આવેલ. ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા બાબતે આરોપી જેસારામ વિશનારામ જાટ ઉ.વ-૨૬ રહેવાસી- આદશ સવા ગામ ઇન્દ્રકોલોની, તા-જી-બાડમેર (રાજસ્થાન) એ જણાવેલ કે રાહુલ નામના વોન્ટેડ આરોપીએ જણાવ્યું હતું કે દહેરાદુન (ઉત્તરાખંડ) થી દહેજ જતા રોડ ઉપર સૂચના અનુસાર ટ્રક ઉભી રાખવા જણાવેલ હતુ અને આગળ વડોદરા જવાની સુચનાની રાહ જોવાઈ રહી હતી. જેથી પ્રોહી મુદ્દામાલ મોકલનારને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ દહેજ પો.સ્ટે ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે.
