Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું: “રાધા યાદવ ક્રિકેટર બનવા માંગતી દરેક યુવતી માટે પ્રેરણાસ્ત્રોત છે”
  • ગુજરાત
  • વડોદરા

બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું: “રાધા યાદવ ક્રિકેટર બનવા માંગતી દરેક યુવતી માટે પ્રેરણાસ્ત્રોત છે”

Lokmat News Vadodara November 14, 2025 1 min read
3

વડોદરા,

વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવે આજે એલેમ્બિક ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પ્રમુખ પ્રણવ અમીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને વડોદરામાં મહિલા ક્રિકેટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ ગણીને જોવામાં આવી રહી છે.

મુલાકાત દરમિયાન પ્રણવ અમીને રાધા યાદવની સિદ્ધિઓની ભુરી ભુરી પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “રાધા યાદવ આજે એ તમામ યુવતીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ ક્રિકેટમાં કરિયર બનાવવા માગે છે. ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ વિજયથી દેશભરની છોકરીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો છે અને રાધા તેનું સૌથી સુંદર ઉદાહરણ છે.”

તેમણે વધુમાં ખાસ ભાર મૂકતાં કહ્યું, “કોઈ પણ ટેલેન્ટેડ યુવતી કે દીકરીને ક્રિકેટમાં આગળ વધવા માટે જો સપોર્ટની જરૂર હોય તો બીસીએ અને હું વ્યક્તિગત રીતે હંમેશા તેમની પડખે ઊભા રહીશું.”

રાધા યાદવે પણ આ મુલાકાતમાં પોતાની શરૂઆતના દિવસોની યાદોને તાજી કરી હતી. તેણે કહ્યું, “મારી ક્રિકેટ યાત્રા એલેમ્બિક ગ્રાઉન્ડથી જ શરૂ થઈ હતી. પિતાજી મને મુંબઈથી વડોદરા લાવ્યા અને અહીં મને પ્રથમ તક મળી. કોચ ગીતા ગાયકવાડ મેડમ અને એલેમ્બિકના તમામ સ્ટાફે મને એટલો સપોર્ટ અને પ્રોત્સાહન આપ્યું કે આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહી છું. વડોદરામાં એલેમ્બિક ગ્રાઉન્ડ મારા માટે સૌથી સુરક્ષિત અને સપોર્ટિવ જગ્યા રહ્યું છે.”

મુલાકાત દરમિયાન બીસીએ દ્વારા વડોદરામાં મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા આગામી દિવસોમાં ખાસ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતથી વડોદરાની અનેક નવી પેઢીની યુવતી ખેલાડીઓમાં નવો જોશ ભરાયો છે અને રાધા યાદવ જેવી સફળતાની વાર્તા હવે વધુ નજીકથી દેખાઈ રહી છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 14

Post navigation

Previous: એમ.એસ. યુનિવર્સિટી હોસ્ટેલની સમસ્યાઓ અંગે વિદ્યાર્થી પરિષદનો વિરોધ
Next: વોર્ડ ૧૨ માં સેવા યજ્ઞ: કોર્પોરેટર સ્મિત આરદેશના દ્વારા ‘સરકારી યોજનાઓનો ત્રી દિવસય કેમ્પનું સમાપન

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.