Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • અમદાવાદના વાસણામાં  અકસ્માત: દારૂના નશામાં ધુત ટ્રક ડ્રાઇવરે બે શિક્ષિકાઓને 35 ફૂટ સુધી ઢસડ્યાં, એકનું મોત – એક ગંભીર
  • ગુજરાત

અમદાવાદના વાસણામાં  અકસ્માત: દારૂના નશામાં ધુત ટ્રક ડ્રાઇવરે બે શિક્ષિકાઓને 35 ફૂટ સુધી ઢસડ્યાં, એકનું મોત – એક ગંભીર

Lokmat News Vadodara November 26, 2025 1 min read

અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દારૂના નશામાં ધુત ટ્રકચાલકે એક્ટિવા લઈને શાળાએ જતી બે શિક્ષિકાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક શિક્ષિકા રૂપલબેનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી શિક્ષિકા ધ્વનિબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, બંને શિક્ષિકાઓ શાંતિપુરાની ખાનગી શાળામાં ફરજ બજાવે છે અને રોજની જેમ આજે પણ એક્ટિવા લઈને શાળાએ જવા માટે નીકળ્યાં હતાં. વાસણા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા જ  ગેસ બોટલો ભરેલો ટ્રક ચાલકે બેફામ ઝડપે આવી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે બંને શિક્ષિકાઓને ટ્રકે લગભગ 35 ફૂટ સુધી ઢસડી દીધી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટ્રક રોકવા બદલે ચાલકે મહિલાઓ પર ટ્રક ચડાવી દીધો હતો.

ટ્રકમાં ગેસની બોટલો ભરેલી હોવા છતાં સદનસીબે કોઈ વિસ્ફોટ સર્જાયો નહોતો, નહિંતર ઘટના વધુ ભયાનક બની શકતી હતી. અકસ્માત બાદ ડ્રાઇવર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને દબોચી લીધો હતો. ક્રોધિત લોકોએ ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યા બાદ તેને ટ્રાફિક પોલીસને સોંપી દીધો હતો.

ટ્રાફિક પોલીસે પ્રાથમિક તપાસમાં ટ્રકચાલક મીઠુલાલ ભાટ દારૂના નશામાં હોવાનું બહાર પાડ્યું છે. ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડ્રાઇવરનો મેડિકલ ટેસ્ટ કરવાની પ્રક્રિયાનો પણ આરંભ કર્યો છે.

આ દુર્ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી છે પણ તેનો કડક અમલ ન થતા આવા દારૂડીયાઓના કારણે નિર્દોષોના જીવ જાય છે ત્યારે પોલીસની દારૂબંધીની ખોખલી વાતોને લઈ લોકોએ આક્રોશ ઠલવ્ય હતો તથા આવા દારૂડિયા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 17

Post navigation

Previous: ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો મંગલ પ્રારંભ આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન સાથે કરાયો
Next: વડોદરા : વંદે કમલમ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક

Related News

9
1 min read
  • ગુજરાત

એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત

Lokmat News Vadodara December 7, 2025
1
1 min read
  • ગુજરાત

કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…

Lokmat News Vadodara December 3, 2025
6
1 min read
  • ગુજરાત

નાગાલેન્ડ પાસિંગના કન્ટેનરના નશામાં ધૂત ચાલકે ઇકોવેનને ટક્કર મારી

Lokmat News Vadodara November 23, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.