વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે આજરોજ abvp દ્વારા ડીન ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ માટે વોશરૂમની સુવિધા છેલ્લા ચાર વર્ષથી નથી જેને લઈને આર્ટ્સ ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓ તથા એબીવીપીના કાર્યકર્તાઓ એ ભારે સૂત્રોચાર સાથે વોશરૂમના મુદ્દે જલ્દીમાં જલ્દી યોગ્ય કાર્યવાહી નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી વહેલી તકે આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાય તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી
