વડોદરા શહેરમાં અવારંનવાર અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે 14 મી નવેમ્બરની રાત્રે એક અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયું હતું
એક બાઈક ચાલકે પુરપાટ ઝડપે બાઈક હંકારી રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારી હતી અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે
શહેરના માજલપુર વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં કામ કરતા બીપીન ગૌતમ તુલસીધામ ચાર રસ્તા થી કબીર કોમ્પલેક્ષ તરફ જતો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે સમય દરમ્યાન એક પુરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે તેમને ટક્કર મારી હતી. જેને લઇને ગંભીર ઇજાઓ પહોંચતા બીપીનભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું અકસ્માત કરનાર યુવકને પણ ઈજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
