વરણામા ગામમાં આવી ચડ્યો મહાકાય મગર,લોકોના જીવ પડીકે બંધાયા
વડોદરા શહેરમાં હાલ વરસાદ નથી તેમ છતાં પણ હજી શહેરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં વન્યજીવો આવી જતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તેવામાં શહેરના વરણામાં ગામમાં મહાકાય મગર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક લોકો દ્વારા બનાવ અંગેની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવી હતી જેથી રેસ્ક્યુવર વન વિભાગના નીતિન પટેલ લાલુ નિઝામા અને સંજય રાજપુત સહિતની ટીમ વરણામાં ગામે પહોંચી હતી.જ્યાં તપાસ કરતા ગામમાં આવેલા મંદિરની બિલકુલ સામે ખુલ્લી જગ્યામાં 10 ફૂટનો મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને ભારેજહેમતે રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.
