વડોદરા જિલ્લાના શિનોર વિસ્તારમાં રૂપિયા ડબલ કરી આપવાના બહાને છેતરપિંડીનો ગંભીર કેસ બહાર આવ્યો છે. નિલેશ અગ્રવાલ નામના ફરિયાદી સાથે તેમના જ પૂર્વ ભાગીદારે કાવતરું રચી 30 લાખ રૂપિયા પડાવી લીધા હતા પૂર્વ ભાગીદારે ફરિયાદીને ગોપીનાથ બાબા ઉર્ફે ઐયુબમિયાં દાયુ નામના તાંત્રિકની ઓળખ કરાવી હતી. બાદમાં ફરિયાદીના ઘરે રૂપિયા ડબલ કરવા માટે તાંત્રિક વિધિ કરાઈ હતી. આ વિધિ માટે ‘એક ખાસ ઔષધિ’ની જરૂર હોવાનું જણાવી 30 લાખ રૂપિયા લઈ લેવાયા હતા। ત્યાર બાદ આરોપીઓ કારમાં શિનોર તરફ નીકળ્યા ત્યારે પોલીસની એક ટિમે તેમને રોકી હતી. તે દરમ્યાન બાબા પાસે ગાંજો છે એવો ખોટો દાવો કરી ફરિયાદીને ફસાવવાનો પ્રયાસ કરી “તને કંઈ નથી કરવું, તું નીકળી જા” કહી ડરાવીને હટાવી દેવામાં આવ્યો હતો.
આ આખી છેતરપિંડી બાદ ફરિયાદીએ 8 તારીખે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન તાંત્રિક ગોપીનાથ બાબા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડમાં કરાઇ છે. શિનોર પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મચારીઓ પણ આ ગોટાળામાં સંડોવાયેલા હોવાને કારણે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.પોલીસે 30 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે. પૂર્વ ભાગીદાર સાથે પહેલેથી મનભેદ હોવાને કારણે ભાગીદારી તૂટી ગયેલી, જેને લઈ આ કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે.એક આરોપી હજુ વોન્ટેડ છે અને તેની શોધખોળ ચાલુ છે। સમગ્ર બાબતે પત્રકાર પરિષદમાં વડોદરા જિલ્લા પોલીસ અધિકારી સુશીલ અગ્રવાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી
