સમગ્ર મામલે પરિવારજનો દ્વારા કરાયેલ આક્ષેપો અનુસાર બાજવામાં રહેતા એક બેન સગર્ભા હોય કોયલીના દવાખાનામાં તેમની દવા ચાલતી હતી દરમ્યાન તબીબે પરિવારજનોને સીઝર કરવું પડશે તેમ કહેતા પરિવારે હા પાડી અને સીઝર કર્યું હતુ. ત્યાર બાદ બેનને 10 દિવસ સુધી તાવ ના ઉતરતા ફરી દાખલ કરવામાં આવ્યા હતા દવા અને સોનોગ્રાફી કરી છતાં તાવ ઉતરિયો નહિ અને બાદ બહાર CT scan કરાવાયું ત્યારે ખબર પડી કે. સીઝર કરતી વખતે થયેલ નિષ્કાળજીના કારણે આ તકલીફો થઈ છે જે બાદ પરિવારે બેનને તાત્કાલિક સયાજીહોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ફરી સર્જરી કરતા બેનનો જીવ બચી ગયો હતો પરિવારજનોએ આક્ષેપો કરતા સીઝર કરનાર ડોક્ટરની બેદરકારી જણાવી હતી આ મામલે પોલીસે FRI ના લેતા આરોગ્ય વિભાગ માં આજ રોજ ન્યાય માટે પરિવારજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
પરિવાર દ્વારા જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારી ડૉ મીનાક્ષીબેન ચૌહાણને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર ઘટનાના પગલે ડૉ મીનાક્ષી ચૌહાણ એ જણાવ્યું હતું કે સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે ઘટનાને લઈને કમિટી રચના કરી સમગ્ર બાબતની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટના આધારે જો તબીબની બેદરકારી જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે
