VMC ના ફાયર બ્રિગેડ વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ કથિત કૌભાંડ મામલે શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરી રાવપુરા જનરલ પોસ્ટ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન અંતર્ગત કોંગ્રેસ કાર્યકર્તાઓ અગ્રણીઓએ સુત્રોચાર પોસ્ટરો અને સિસોટી , ઢોલનગારા વગાડીને સત્તાધિશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા કોંગ્રેસે પીએમ અને સીએમને પત્ર લખી તપાસની માંગણી કરી છે અને ફાયર બ્રિગેડના સાધનોમાં થયેલ ખરીદી કથિત કૌભાંડ મામલે સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની માંગણી કરી હતી સાથે જ માંગણીઓ ઉપર વહેલી તપાસ કાર્યવાહી નહીં થાય તો વધું વ્યાપક આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે શાસકોએ ભ્રષ્ટાચાર કરીને વડોદરાની દુર્દશા કરી છે આ સમગ્ર પ્રકરણ મામલે આ ભ્રષ્ટાચારી અધિકારી જેટલા જવાબદાર છે એટલા જ જવાબદાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્ટેન્ડિંગના સભ્યો અને બીજેપીના કોર્પોરેટર પણ જવાબદાર છે બીજેપીના પ્રમુખ પણ જવાબદાર છે ફાયરના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર , સ્મશાનમાંય ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે કોર્પોરેશન માં શું થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીને અમે લેટર લખ્યો છે કે આ સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો .કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા આક્ષેપો સાથે આક્રોશ પ્રગટ કર્યો હતો
