વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા નેશનલ સ્પોર્ટ્સ ડે સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા ખેલાડીઓને પોલીસ કમિશનરના હસ્તે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત એક ઘંટા ખેલ કે મેદાન મેં હેઠળ વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી. હોકી, રસ્સાખેંચ, એથ્લેટિક્સ સહિતની રમતોમાં અનેક ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા તથા ભાગ લેનાર ખેલાડીઓ સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને કોચને પણ પ્રોત્સાહનરૂપે સર્ટિફિકેટ અપાયા હતા.
આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા એડિશનલ પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ સહિત પોલીસ અધિકારીઓ મહાનુભાવો પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.
રમતગમત માનવીના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખેલકૂદથી શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્ફૂર્તિ, ટીમ સ્પિરિટ અને શિસ્તનો વિકાસ થાય છે. યુવા પેઢીએ વધુમાં વધુ રમતોમાં જોડાઈને પોતાનું વ્યક્તિત્વ ઘડવું જોઈએ તેવો સંદેશ પણ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.
