Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • વડોદરામાં ફરી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે આજવા રોડ પર નશો કરી કાર ચલાવનારે બુલેટ ચાલકને અડફેટે લીધો હતો
  • ભારત

વડોદરામાં ફરી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે આજવા રોડ પર નશો કરી કાર ચલાવનારે બુલેટ ચાલકને અડફેટે લીધો હતો

Lokmat News Vadodara December 11, 2025 1 min read

વડોદરામાં ફરી એકવાર ડ્રીંક એન્ડ ડ્રાઇવની બેદરકારી જોવા મળી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીનારા પીવે છે અને વેચનારા વેચે છે, જ્યારે કાયદાનું કોઇ ભાન ન રાખતા નશામાં ધુત વાહનચાલકો માર્ગ અકસ્માતો સર્જતા રહે છે. ભૂતકાળમાં આવા બનાવો નિર્દોષોના જીવ લઇ ચૂક્યા હોવા છતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન થવા અંગે લોકો વચ્ચે ભારે નારાજગી જોવા મળે છે
ગઈ કાલે આજવા રોડ વિસ્તારમાં શ્રી હરિ ટાઉનશીપના ગેટ સામેના બમ્પર નજીક નશામાં ધુત એક કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત બુલેટ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. કારમાંથી દારૂ મળ્યાના પણ આક્ષેપો સામે આવ્યા હતા. સ્થળ પર ભેગા થયેલા નાગરિકોએ નશાખોર કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો શ્રી હરિ ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા નશો કરી વાહન ચલાવનાર સામે તીખો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિકોએ પાલિકા તંત્રની બેદરકારી અંગે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વિસ્તારમાં બનાવેલા બમ્પરો પર સફેદ રંગ ના પાટા ન હોવાને કારણે બમ્પર વાહનચાલકોને તે દેખાતો નથી, જેના કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે. નાગરિકોએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.નગરજનોમાં વધતા રોષ વચ્ચે ફરી એક વાર દારૂબંધીનો સાચો અમલ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ પર કડક કાર્યવાહી પોલીસ તંત્ર કરે તે જરૂરી બન્યું છે

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 9

Post navigation

Previous: ઘડિયાળી પોળમાંથી એન આર આઈ નું પર્સ ચોરી કરનાર અમદાવાદની ટોળકી ઝડપાઈ હતી
Next: શિયાળાને ધ્યાનમાં લઈને સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પક્ષી પશુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.