વડોદરા શહેરમાં રોજ કમાઈને રોજ ખાનાર લોકો પોતાના લારી ગલ્લા કોઈ સ્થળે મૂકી પોતાનું ગુજરાત ચલાવતા હોય છે આ લારી ગલ્લા ધારકોના કારણે ઘણા લોકોને ચા નાસ્તો ફળ શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ શકતી હોય જ્યાં વેપારી અને ગ્રાહક બંને ની જરૂરિયાત સચવાતી હોય છે પણ પાલિકા તંત્ર દ્વારા લારી ગલ્લા ધારકો માટે સ્ટ્રીટવેન્ડર પોલિસી કે પૂરતા આયોજનો ન થતા અવારનવાર દબાણના નામે આવા લારીગલ્લા ધારકો હેરાન થતા હોય છે જોકે આ લારી ગલ્લા ઉભા રાખવા દેવા બાબતે હપ્તાનું રાજકારણ પણ ચાલતું હોય છે જે લારીગલાધારકો ખરેખર જેન્યુન હોય ત્યાં તો વાંધો નથી પણ કેટલીક જગ્યાએ કેટલાક માથાભારે લારી ગલ્ધા ધારકો જેમની એક કરતાં વધુ લારી ગલ્લા હોય છે દાદાગીરી અને ત્રાસ હોય છે.ત્યારે હવે આ મામલે પાલિકા તંત્ર આયોજન કરી રહ્યું છે.વડોદરા મહાનગર વિસ્તારમાં ધંધો રોજગાર કરતા લારી ગલ્લા અને પથારા ધારકો યોગ્ય નિર્ધારિત જગ્યા પર ધંધો કરી શકે તે માટે પોલીસીનો અમલ શરૂ કરવામાં આવનાર છે તે માટે પાલિકામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં તમામ વોર્ડ ઓફિસરો અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને નવા હોકિંગ ઝોન નોન હોકિંગ ઝોન ઉભા કરવા, નવા પાર્કિંગ પોઇન્ટ ઊભા કરવા, સાથે સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને તકલીફ ઓછી પડે તે માટે સૂચનો લેવામાં આવ્યા હતા. નવી જગ્યાઓ શોધી લારી ગલ્લા ધારકોને જગ્યાની ફાળવણી કરવી અને પાર્કિંગ માટે પણ નિયત જગ્યા નક્કી કરવા માટે આયોજનપાલિકાએ હાથ ધર્યું છે ત્યારે આવનારા દિવસોમાં પોલીસ વિભાગના સહયોગથી આગળનું આયોજન કરવામાં આવશે. જે સંદર્ભે અધિકારી સુરેશ તુવેર દ્વારા માહિતી આપી હતી
