Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • વડોદરામાં વધતા અકસ્માતોને લઈને પોલીસ તંત્ર સક્રિય, કાલાઘોડા ટ્રાફિક પોઇન્ટે કમિશનરની રૂબરૂ મુલાકાત
  • ભારત

વડોદરામાં વધતા અકસ્માતોને લઈને પોલીસ તંત્ર સક્રિય, કાલાઘોડા ટ્રાફિક પોઇન્ટે કમિશનરની રૂબરૂ મુલાકાત

Lokmat News Vadodara December 17, 2025 1 min read

વડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાને લઈ પોલીસ તંત્ર વધુ કડક બન્યું છે. અનેક વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના થતી હોવાના કારણે અકસ્માતોની સંભાવના વધી રહી છે. કેટલાક વાહનચાલકો ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં વાહન દોડાવે છે, તો કેટલાક સિગ્નલ ખુલવાની થોડાક સેકન્ડો પહેલા જ ઝડપથી વાહન આગળ ધપાવી દે છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે તેમજ સુચારુ વાહન વ્યવહારમાં અવરોધ ઊભો કરે છે.આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર , એડિશનલ સીપી લીના પાટીલ તથા ટ્રાફિક વિભાગના પી.આઈ. સાથે કાલાઘોડા ટ્રાફિક સિગ્નલ ખાતે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાનમાં ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જે વાહનચાલકો જીબ્રા ક્રોસિંગની આગળ પોતાના વાહન ઊભા રાખે છે, સિગ્નલ તોડે છે અથવા સિગ્નલ ખુલવાની સેકન્ડો પહેલા જ વાહન આગળ હંકારી મૂકે છે, તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને બાઈક ચાલકોને હેલ્મેટ પહેરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.આગામી દિવસોમાં શહેરના કેટલાક મહત્વના ટ્રાફિક સિગ્નલ પર પી.આઈ. કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે દંડ સહિત કડક કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ તંત્રનું કહેવું છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી જ અકસ્માતો અટકાવી શકાય અને શહેરમાં સલામત તથા સુચારુ વાહન વ્યવહાર શક્ય બનશે.પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પોતાની તથા અન્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટ્રાફિક નિયમોનું પાલન કરે અને જવાબદાર વાહનચાલક બને

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 186

Post navigation

Previous: વડોદરામાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી : 108 મોડીફાઇડ સાઇલેન્સરનો નાશ
Next: સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.