નિઝામપુરા વિસ્તારમાં NPSS સંચાલિત રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત થયાનું કારણ આપી ચાર વર્ષથી બંધ છે જેને લઈને કોંગ્રેસ દ્વારા આકોશ ઠાલવ્યો હતો
બાળકોને શિક્ષણ આપવા આપણે મદદરૂપ થઈ શકીએ તો એનાથી શ્રેષ્ઠ કાર્ય કોઈ હોઈ ન શકે વડોદરામાં વર્ષો અગાઉ શિક્ષણનું વ્યાપારીકરણ ન હતુ ત્યારે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મોટાભાગના લોકો ભણતા હતા પણ ધીમે ધીમે શિક્ષણના વ્યાપારીકરણ સાથે આ શાળાઓ પ્રત્યે ઈરાદાપૂર્વક દુર્લક્ષ થતું ગયું શાળાની જર્જરીત અવસ્થા બાળકોની સંખ્યાની ઘટમાં કેટલીક શાળાઓ અસરગ્રસ્ત પણ બની શાળા જર્જરીત થયાનું કારણ આપી કેટલીક શાળાઓને તો તાળા લટકાવી દેવાયા છે અને તે શાળાના વિદ્યાર્થીઓને તે વિસ્તારથી દૂર કોઈ અન્ય શાળામાં શિક્ષણ મેળવવા માટે જવાનો વારો આવે છે નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ પાસે એકતા નગર થી નજીક રંગ અવધૂત પ્રાથમિક શાળા આવેલી છે પણ આ શાળા જર્ચરિત હોવાનું કારણ આગળ ધરી છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલ છે નિર્ભયાતા શાખા દ્વારા નોટિસ પણ આપેલ છે જે અંગે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકરો રંગ અવધૂત પ્રાથમિક શાળા બહાર પહોંચ્યા હતા આ મુદ્દે ઋત્વિક જોશી દ્વારા આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચાર વર્ષથી શાળાને તાળા માર્યા છે આસપાસના બાળકોને શિક્ષણ મેળવવા છાણી સુધી જવું પડે છે એક બસમાં 30 થી 40 ની ક્ષમતા હોય તેના સ્થાને 70 થી 80 છોકરા ઉતર્યા જોવા મળ્યા ત્યારે કોર્પોરેશન નું તંત્ર ઊંઘતું ઝડપાયું છે પ્રવેશોત્સવ સહિતની મોટી મોટી વાતો થાય પણ જમીનની ધરાતલ ઉપર જુદી જ પરિસ્થિતિ છે વાલીઓ પોતાના જીવન નિર્વાહ માટે સવારથી કામમાં લાગેલ હોય તેમાં પોતાનું બાળક ઘરથી દૂરની શાળામાં અભ્યાસ એ જાય તો વાલી સતત ચિંતિત હોય છે ઘર નજીક શાળા હોય તો માતા પિતા નિશ્ચિત હોય જર્જરિત સ્કૂલોના નામે અન્ય શાળામાં બાળકોને ભણવા જવું પડે છે અને ચાર ચાર વર્ષ સુધી તાળા લટકેલા છે. આ સત્તાધિકાના પ્રતાપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ વધી તો નથી પણ જે છે તેને પણ તાળા વાગ્યા માણેજાની શાળાના બાળકોને એસઆરપીની શાળામાં અભ્યાસ માટે મોકલાય છે બાળકોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પીવાના પાણીના પ્રશ્ન છે બાથરૂમ ટોયલેટના પ્રશ્ન છે ઋત્વિક જોશી એ વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓને જે તાળા મરાયા છે કોંગ્રેસ તાળા ખોલાવશે આ બાબતે તેઓએ ગંભીરક્ષકો સાથે નારાજગી વ્યક્ત કરી હતી અને જરૂરિયાત હોય તો આંદોલનની તૈયારી પણ દર્શાવી હતી.
