ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આજે પારુલ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા ધોનીએ યુનિવર્સિટીના મિશન પોસિબલ 2025 અંતર્ગત કેમ્પસની મુલાકાત લીધી હતી જય યુનિવર્સિટી મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ અને ચાહકોએ તેમનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની મહત્વકાંક્ષા દ્રઢનિર્ધાર અને પાવરની ઉજવણી કરતા દેશભરમાં યહા પોસિબલ હૈ નો સંદેશો વહેતો કરાયો હતો સ્ટેજ ઉપર મહેન્દ્રસિંહ ધોની સાથે એન્કર અને હોસ્ટ મનીષ પોલ પણ જોડાયા હતા
જેમણે વિવિધ વિષયો ઉપર રસપ્રદ ચર્ચા કરી હતી ધોનીએ તેમના સંઘર્ષ અને સફળતાથી દેશના યુવાનોને વિશ્વાસ અપાવ્યો છે કે કોઈપણ પડકાર એટલો મોટો નથી હોતો કે જેને પાર ન કરી શકાય હિંમત અને મક્કમ નિર્ધાર થી સફળતા હસલ કરી શકાય છે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા તેમને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીઓને તેમની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને મુશ્કેલ સ્થિતિમાં પણ સતત આગળ વધતા રહેવા પ્રોત્સાહન મળ્યું હતું
કાર્યક્રમમાં મનીષ પોલે એમ એસ ધોની સાથે રસપ્રદ ચર્ચા કરીને જોશમાં વધારો કર્યો હતો ઉપસ્થિત લોકોના ઉત્સાહમાં વધારો કરતા જાણીતા કોમેડીયન કીકુ શારદાએ તેમના લોકપ્રિય આઈકોનિક કેરેક્ટરને સ્ટેજ ઉપર પ્રસ્તુત કર્યા હતા તથા દર્શકોના ચહેરા ઉપર સ્મિત રેલાવ્યું હતું આ પ્રસંગે મહેન્દ્રસિંહ ધોનીએ પારુલ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં બેજોડ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું ધોનીએ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા આર્મીની સેવા માટે નેવીમા સેવા માટે તથા એરફોર્સ મા સેવા માટે નિમણૂક કરાઇ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.મલ્ટીનેશનલ કંપનીઓમાં પ્લેસમેન્ટ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું શૈક્ષણિક ઉત્કૃષ્ટતા શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં તથા જંગી સેલેરી પેકેજ મેળવનાર તેમજ ભારતીય સેનામાં સેવા આપવા માટે પસંદગી કરાયેલા વિદ્યાર્થીઓને એમ એસ ધોનીએ સન્માનિત કર્યા હતા. પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલે ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા યહા પોસિબલ હે કેમ્પેઇન વિશે જણાવ્યું હતું
